પ્રવૃતી દ્વારા જ્ઞાન (પ્રજ્ઞા)

પ્રજ્ઞા અભિગમ એ હાલ સરકારી શાળાઓમા ધોરણ 1 થી 5 માં ચાલતો એ શૈક્ષણીક કાર્યક્રમ છે જેમા બાળકને પ્રવૃતી દ્વારા શિખવવામા આવે છે.

આપને પશ્ન થશે કે આ પધ્ધતિ  ચીલાચાલુ પધ્ધતિ કરતા કઈ રીતે શ્રેષ્ઠ છે?તો આ પધ્ધતિમાં બાળકને શિખવવાના તમામ મુદ્દાઓ પ્રવૃતિ દ્વારા જ શીખવવામા આવે છે.

આપણ્રે તરવાના નિયમો ગોખી લઈએ પણ ક્યારેય તળાવમા જઈને પાણીમા ઉતારીએ નહી,તો તરતા આવડશે? નહી ને..?

બસ આજ રીતે માત્ર ગોખ્યા કરવાથી કઈ ના આવડે પણ પ્રવૃતી દ્વારા જ આપણને અનુભવ મળે અને આપણે શિખી શકીએ..આ મુદ્દા પરા જ સમગ્ર પ્રજ્ઞા કાર્યક્રમ કાર્ય કરે છે..

પ્રાજ્ઞા કાર્યક્રમની ખાસિયતો

1.બધા બાળકો શીખવાની ઝડપ બાબતે સરખા હોતા નથી,કોઇ બાળક ઝડપી શીખે તો કોઇ બાળક ધીમે ધીમે શીખે.પ્રજ્ઞા મા બાળકને વ્યક્તિગત શિખવવામા આવતુ હોવાથી બાળક તેની ઝડપ અનુસાર શિખી શકે છે.

2.પ્રત્યેક બાળક પર વ્યક્તિગત ધ્યાન અપાય છે..

3 સમગ્ર અભ્યાસક્રમને માઈલસ્ટોનમાં રુપાતરીંત કરીને બાળકને કાર્ડ દીઠ પ્રવૃતિઓ દ્વારા શીખવવામા આવે છે.

4 બાળકોના 6 જૂથ બનાવીને ખુબ જ પ્રમાણમા શૈક્ષણીક મટીરીયલથી બાળકોને ખુબ જ અધ્યયન અનુભવો પુરા પાડવામાઅ આવે છે.
5 માત્ર ગોખણપટ્ટીના જ્ઞાનને બદલે બાળકને સમજપૂર્વકનું જ્ઞાન અપાય છે.

6.બાળ મનોવિજ્ઞાન અનુસાર બાળક પોતાના સાથીઓ પાસેથી ઝડપથી શિખે છે,આ પધ્ધતિમાં આ વાતનો પુઅરતો ખ્યાલ રાખવામા આવેલ છે.
7 પ્રજ્ઞા વર્ગોમા બાળકના માનસિક.બૌધ્ધીક,સામાજીક,સાંવેગીક તમામ પાસાઓનો વિકાસ થાય છે

8 હાલમા પ્રજ્ઞા વર્ગની સમગ્ર પધ્ધતીને જાણતા તથા સ્ટેટ લેવલના એમ.ટી. એવા શ્રી ઇશ્વરભાઇ પટેલ આપણી શાળામા છે ,જે શાળા માટે ગૌરવની વાત છે.

9   ધોરણ 1-2 મા ભાષા અને પર્યાવરણ મા ઇશ્વરભાઇ એન પટેલ
    ધોરણ 1-2 મા ગણિત અને સપ્તરંગી મા લલિતાબેન ઝાલોડીયા
   ધોરણ 3-4 મા ભાષા અને પર્યાવરણ મા રેણુકાબેન ઝાલોડીયા
   ધોરણ 3-4 મા ગણિત અને સપ્તરંગીમા ગંગારામભાઇ કણજરીયા
   ખુબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે.

 પ્રજ્ઞા ધોરણ 1 અને 2 ના પેપર માટે અહી ક્લીક કરો


સમુહ ચર્ચા અને કાર્યુ















વધુ માહિતી આપ સ્કુલેથી મેળવી શકશો.

                               વાલી માટે પત્ર

શ્રી વાઘગઢ પ્રાથમિક શાળા પરીવારના સપ્રેમ નમસ્કાર.........સ્નેહીશ્રી..........................................................................            આપના પાલ્ય..................................................  અમારી શ્રી વાઘગઢ    પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે,તે અમારા માટે ખુબ મહત્વની વાત છે.તેના ઉજ્જવળ ભવિષ્ય અને ચારિત્ર્યનિર્માણ માટે આપના અને અમારા સહિયા                પ્રયત્નોની ખુબ  જ જરુર છે.         અમારી શાળામા હાલ ધો.૧ થી ૪ માં પ્રજ્ઞા અભિગમ ચાલુ છે,ચિલાચાલુ અને બીબાઢળ પધ્ધતી  કરતા આ પધ્ધતિ એકદમ અલગ છે,જેમા બાળકને પ્રવૃતિ દ્વારા જ્ઞાન અપાય છે,જે તેને સરળતાથી  અને જીવનપર્યત યાદ રહે તે રીતે અપાય છે.


        પ્રજ્ઞા અભીગમની માંગણી દિવાન બલ્લુભાઇ અમદાવાદ,દિલ્હી પબ્લિક સ્કુલ અમદાવાદ,જેવી ઇંટરનેશનલ સ્કુલોએ સરકાર પાસેથી આ અભિગમની માંગણી કરેલ છે,જેના પરથી તેના મહત્વનો ખ્યાલ આવી જાય છે.


Ø                    આપણી શાળામાં હાલ પુરતા અને કર્મઠ શિક્ષકો છે,જે આપના બાળકની પ્રત્યેક વાતનુ ધ્યાનપોતાના સંતાનની જેમ રાખે છે,આપ જાતે સ્કુલના કલાકો દરમ્યાન શાળામાં આવી તેની પ્રતિતિ કરી શકશો.


Ø                         અમને આપની પાસે એટલી અપેક્ષા છે કે આપ આપના બાળકને વ્યવસ્થીત તૈયાર કરીને નિયમિત રીતે શાળામાં મોકલો તથા દરરોજ અડધો કલાક શાળામાં કરાવેલ અભ્યાસનુ પુનરાવર્તન તથા ગૃહકાર્ય કરાવો જેથી તે અભ્યાસમા જલદી આગળ વધી શકે.


Ø                   અન્ય સ્કુલોની જેમ માત્ર ગોખણપટ્ટી આધારીત જ્ઞાન ને બદલે  અમે સમજપુર્વકનુ જ્ઞાન આપીશુ,જે માત્ર તેના જ્ઞાનને બદલે  તેના જીવનઘડતર માટે ઉપયોગી બને,પઢાવેલ પોપટ નહી પણ સમાજનો જાગૃત પ્રહરી બને.અમારી આ વાતોનો આપ શાંતીથી મનન તથા ચિંતન કરશો.


Ø               આપના બાળકને અહી બિલકુલ ફ્રીમાં શિક્ષણ અપાય છે. કદાચ મફતમાં મળતી વસ્તુની આપણને કદર નથી હોતી,પણ તેનુ મહત્વ સમજીએ તો ચોક્કસ આપ વિચારશીલ બનશો


Ø                  અન્ય કોઇ પણ માહિતિ માટે તથા આપના બાળકના અભ્યાસસંબંધી પૃચ્છા માટે આપ વર્ગ શિક્ષક       તથા આચાર્યશ્રીનો સંપર્ક કરશો ફોન નં.૯૪૨૯૬૫૧૨૭૬ આપના સહકારની અપેક્ષા સહ વાઘગઢ પ્રા.શાળાનાં વંદન.................................

No comments:

Post a Comment