Wednesday, 25 March 2015

જરા વિચારો......

           શ્રી વાઘગઢ પ્રાથમિક શાળાના નમસ્કાર

  વાલી મિત્રો આપ ધ્યાન આપશો?.......

1.શું આપનુ બાળક ખાનગી સ્કુલોમાં જઈ આખો દિવસ પોપટની જેમ રટ્યા કરે તે તેના સર્વાંગી વિકાસ માટે યોગ્ય છે?


2.માત્ર પુસ્તકો ગોખી નખવાથી શું તેની સમજ કે જ્ઞાનમાં કઈ વધારો થાય છે? આપે ક્યારેય એ ચકાસ્યું?


3.આખો દિવસ કેદીની જેમ ચાર દિવાલો વચ્ચે માત્ર ગોખ્યા જ કરવાનું, શુ એ બાળક છે કે જેલનો કેદી?


4.આપે ક્યારેય એના વિશે વિચાર્યું કે આખો દિવસના અંતે તેના માનસપટ પર શું અસર થતી હશે?


5.મારની બીકે સર્કસનો સિંહ પણ કુદીને બેંચ પર બેસી જાય છે,આવા સિંહને વેલ ટ્રેઇન કહેવાય,નહી કે વેલ એજ્યુકેટેડ...આપ આ જાણો છો?


6.આપને  એ ખ્યાલ છે કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન અને દિમાગ રહે છે તો આપે મુકેલ ખાનગી શાળામાં તેના શારિરીક વિકાસ માટે કઈ પ્રવૃતી થાય છે? કે આખો દિવસ ગોખ્યા જ કરવાનુ.......


7 માત્ર દેખાદેખી અને પડોશીનો બાળક ત્યા ભણે છે તો હુ પણ ત્યાં જ મુકુ...એવુ તો નથી ને?


8.આપને એ ખ્યાલ છે કે કોઇ પણ નવું વિષયવસ્તુ કે જ્ઞાન પ્રવૃતિથી મદદથી સરળતાથી યાદ રહી જાય છે,આપણી વાઘગઢ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 4 મા પ્રજ્ઞા કાર્યક્રમ ચાલી રહ્યો છે,જેમા બાળકનો સર્વાગી વિકાસ થાય છે.આ પ્રજ્ઞા કોર્સની માંગણી પ્રતિષ્ઠીત અને નામી સ્કુલોએ કરી છે.એનાથી આપ અવગત છો?


 9 શુ આપ આપના બાળકને જે શાળામા મુકી રહ્યા છો

 ત્યા અધ્યતન કોમ્પ્યુટર લેબ છે,કે જેની મદદથી બાળક જ્ઞાન શીખી શકે.


10.ચાર દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ આપણે માત્ર 500 રુ કરેલ..આપે કેટલા ચુકવેલ?


11.વાર્ષિકોત્સવ,બાળમેળા,રમતોત્સવ વગેરે દ્વારા અમે આપના બાળકનો સર્વાગી વિકાસ કરવા પ્રયત્ન્શીલ છીએ,ખાનગી શાળા આવુ કરે છે?


12 આપ દવા લેવા જાઓ ત્યાર ડૉક્ટરની ડીગ્રી ચકાસો છો ,તો પછી આપનું બાળક જેની પાસે શીખી રહ્યુ છે તેની કેમ નહી? 2000 કે 3000 માં પાસ કોલેજીયનો તો ક્યાક આપના બાળકનું જીવન ઘડતર નથી કરી રહ્યા ને?


13આપનું બાળક એ સજીવ છે,તેને પણ સંવેદના,ગમો-અણગમો છે,એને કઇક નવુ કરવું છે,આકાશને આંબવુ છે એ બાબત આપ બિલકુલ ભુલી ગયા એવુ નથી લાગતુ આપને?


14.આપણી શાળામાં ખુબ જ ક્વોલીફાઈડ અને મહેનતું શીક્ષકો આપના બાળકનું જીવન ઘડતર કરી રહ્યા છે,આપ જાણો  છો?

15 મફતનુ મુલ્ય નથી હોતુ,માટે જ તો આપ ક્યાંક મફતમાં મળતા ઉત્તમ શિક્ષણથી દુર તો નથી ભાગી રહ્યા ને?


16.સરકારી એટલે ખરાબ અને ખાનગી એટલે ઉત્તમ એવુ વલણ આપના મનમા ઘર નથી કરી ગયુ ને?


17 આપશ્રી એકવાર શાળામા પધારીને શાળાનું મુલ્યાકંન કરો અને પછી જ આપ શાળા વિશે કોઇ પૂર્વધારણા બાંધશો...આવશો ને?


18.અમને આશા છે કે આપશ્રી ઉપરોક્ત મુદ્દા ઉપર જરુર વિચાર કરશો..........


                                                    શ્રી વાઘગઢ પ્રાથમિક શાળા પરીવારના નમસ્કાર

2 comments:

  1. ખુબ ખુબ અભિનંદન

    ReplyDelete
  2. M Resort Casino - Jackson, MS - KTM Hub
    Get directions, reviews and information 인천광역 출장샵 for 안성 출장안마 M Resort Casino in 안양 출장안마 Jackson, MS. 동두천 출장샵 Download the Mobility app and find out the cheapest rates. 경산 출장마사지

    ReplyDelete