શાળાના આગામી લક્ષ્યાંકો

ધ્યેય વિનાનું જીવન નકામું છે ,માટે અમે અમારી શાળા માટે આગામી સમયમા નીચે મુજબ ધ્યેય નિશ્ચીત કરેલા છે.



1.ગામના તમામ બાળકોનું નામાંકન કરીને એક પણ બાળક શિક્ષણના હકથી વંચિત ન રહી જાય તેમ કરવું


2 શાળાને એવી જગ્યા બનાવવી કે જ્યાં બાળકને આવવુ ગમે, રોકાવું ગમે


3. બાળક સમાજનો આદર્શ નાગરિક બને તે રીતે તેનામાં મૂલ્યશિક્ષણના સંસ્કારો રોપિત કરવા.


4 બાળકના સર્વાંગી વિકાસ પર ખાસ ભાર મુકવો.


5.હાલ ગુણોત્સવમા શાળાનો ગ્રેડ B છે.આગામી ગુણોત્સવમાં A ગ્રેડ પ્રાપ્ત કરવો.


6.બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરુ પાડવું.


7.મંજુર થયેલ જમીન પર નવા બિલ્ડીંગનું કામ શરુ થાય પછી તેમા શક્ય તમામ ભૌતિક સુવિધાઓ ગામજનોના લોકસહયોગથી ઉભી કરવી.


8.ધોરણ 8 બાદ પણ બાળક અભ્યાસ ના છોડે તેનુ ખાસ ધ્યાન રાખવું.

9.એક પણ બાળક તેની વયકક્ષા કરતા વાંચન, લેખન અને ગણનમાં ઉણું ન રહે તે સુનિશ્ચિત કરવું.
10.આગામી રમતોત્સવમા કન્યા કબડ્ડી વિભાગમાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરવો..


11 ટેલેંટ સર્ચ કાર્યક્રમ દ્વારા બાળકોમા રહેલી ખાસ પ્રતિભા ઓળખીને તેને વિકસાવવી.

No comments:

Post a Comment