ઓપન લાઇબ્રેરી ફોર સ્ટુડન્ટ
શાળા લાઇબ્રેરી
શાળામા સમૃધ્ધ લાઇબ્રેરી આવેલ છે.
લાઇબ્રેરીમા અલગ અલગ કેટેગરીના અંદાજે 1400 જેટલા બાળકો માટેના પુસ્તક છે.
લાઇબ્રેરીની ખાસીયત એ છે કે તે બધા માટે હંમેશા ખુલી રહે છે.બેંચના નકામા પાટીયાનો ઉપયોગ કરીને આ લાઇબ્રેરી ધોરણ 5 ની બહારની ગેલેરીમાં બનાવેલ છે.
બાળકો તેમને ગમે ત્યારે નવરાશના સમયમાં આવીને પુસ્તકો વાંચી શકે છે અથવા ઘરે લઈ જઈ શકે છે.
બાળકો માટે ધોરણ પ્રમાણે પુસ્તક ઇસ્યુ રજીસ્ટર રાખેલ છે,જેમા બાળકો પોતાની નોંધ જાતે જ રાખે છે.કોઇ બંધન નહી.કોઇ ચોકીદાર નહી.
લાઇબ્રેરીના મહત્તમ ઉપયોગથી ખુબ જ સારુ પરીણામ મળેલ છે,બાળકો પુસ્તકોને પોતાના સાચા સાથી માનતા થયા છે.
વાંચન લેખનમાં નબળા બાળકો તેમને મનગમતા ચિત્રવાર્તાના પુસ્તકો થકી ખુબ જ સારી વાંચન અને લેખન ક્ષમતા કેળવી શક્યા છે...
લાઇબ્રેરીના ફોટોગ્રાફ્સ......
No comments:
Post a Comment