Friday, 16 October 2015

gunotsav practice paper

Bhavanagarana shixako ke jemane athak mahenat dvaaraa aa paper banavel chhe temne salaam, aa paper aap na balakone paper practice mate khub j upayogi sabit thase..............


std 1 thi 8 tamam unit na bhavanagar na shixako dvara taiyar thayel paper jova ahi click karo

Monday, 31 August 2015

Thursday, 6 August 2015

મિત્રો,આપણા બાળકો તેજસ્વી હોવા છતા અમુક વાર ગુણોત્સવમાં આપણી સ્કુલ અને આપણા બાળકોનો બાળકનો ગ્રેડ ઓછો આવે તેવુ જોવા મળે છે,જેનુ  મુખ્ય  કારણ છે આ પધ્ધતિથી પેપર લખવાનો મહાવરો ના હોવો.......

આ માટે જો દર માસે ગુણોત્સવ પધ્ધતિથી પેપર લેવામા આવે તો બાળક આ પધ્ધતિ સમજી શકે તથા તેના દર માસના અભ્યાસક્રમનું પુનરાવર્તન થાય. અને ચોક્કસથી દ્રઢીકરણ થાય. માટે દર માસે  અભ્યાસક્રમના પેપર લેવા માટે અહી દર માસે મંથલી ગુણોત્સવ ટાઇપ એક્જામ પેપર પબ્લીશ કરવામા આવશે. મારી આપને નમ્ર વિનંતી છે કે આપ સૌ તેનો લાભ આપના બાળકો સુધી પહોચાડશો................


જુલાઇ-15 ના ધોરણ 8 પેપર માટે અહી ક્લિક કરો

50 તથા 75 ગુણની O.M.R. શીટ માટે અહિ ક્લીક કરો

જુલાઇ-15 ના ધોરણ 7 પેપર માટે અહિ ક્લીક કરો

જુલાઇ -15 ના ધોરણ 6 ના પેપર માટે અહિ ક્લીક કરો

જુલાઇ -15 ના ધોરણ 5 પેપર માટે અહી ક્લિક કરો

જુલાઇ -15 ના ધોરણ 4 ના પેપર માટે અહિ ક્લીક કરો

જુલાઇ-15 ના ધોરણ 3 ના પેપર માટે અહિ ક્લીક કરો

નાની મોટી ભુલો ક્ષમ્ય ગણશો........................


Monday, 27 July 2015

સ્માર્ટ ક્લાસનો શુભારંભ



શાળા પ્રવેશોત્સવ 2015

શાળામા આ વર્ષે 9 ના નામાકંન સામે 37 ને પ્રવેશ આપવામા આવેલ છે.
ગામના પ્રાઇવેટ સ્કુલમા જતા તમામ બાળકો આ વર્ષે શાળામા એડમિશન મેળવેલ છે.
નામાકંન નો દર 400% જેવો થવા જાય છે.

Thursday, 9 April 2015

પ્રોજેક્ટ વર્ક (પ્રજ્ઞા વર્ગ ધોરણ 2 બાળકો) પર્યાવરણ


પ્રજ્ઞા વર્ગ પ્રોજેક્ટ કાર્ય  પર્યાવરણ ધોરણ 2 ના બાળકો માટે




 મિત્રો અહી પ્રોજેક્ટ વર્ક શીટ પ્રજ્ઞા ધોરણ 2 પર્યાવરણ માટે આપેલ છે. આ પ્રવૃતિ  ધોરણ 2 ના બાળકો પાલતુ પ્રાણીઓ વિશે જાણે તે માટે છે.આ ઉપરાંત ફુલ,શાકભાજી,ફળો,જંગલી પ્રાણીઓ વિશે પણ આ જ રીતે પ્રવૃતી થઈ શકે. ફોટા આપને નેટ ઉપર સહેલાઈ થી મળી જશે.એક પેજ મા આગળ પાછળ 2 પ્રાણી વીશે આપ આ કાર્ય કરી શકશો.આપ એમા સુધારા વધારા કરી શકશો.આપે માત્ર ચિત્રો લાવવાના છે જે બાળકો અહી લગાવશે અને સરસ મજાની પ્રવૃતી કરશે..


 ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો




માર્ગદર્શન આપી રહેલ શિક્ષકશ્રી ઇશ્વરભાઇ એન.પટેલ


પ્રવૃતિ કરી રહેલ બાળક



Tuesday, 31 March 2015

પ્રજ્ઞા વર્ગ ધોરણ 1 અને 2 માટે ઉપચારાત્મક કાર્ય માટે ના પેપર

  પ્રજ્ઞા અને સામાન્ય વર્ગ ધોરણ 1 અને 2 માટેના પેપર અહી મુકેલ છે,પણ આપ સૌ ને મારી નમ્ર વિનંતી છે કે આ પેપર ને પરીક્ષાનો મુદ્દો ના બનાવતા  બાળકો પુરા વર્ષ દરમ્યાન  કેટલુ શિખ્યા અને હાલ ક્યાં કચાશ છે તે શોધવા ઉપયોગ કરશો.

પેપર જોવા તથા ડાઉનલોડ કરવા માટે અહી ક્લીક કરો

Monday, 30 March 2015

મૂલ્ય શિક્ષણ

ઉનાળાની ગરમીમા પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા પોતાની સુઝ પ્રમાણે કરી રહેલા બાળકો.આ માટે ખાલી નાળીયેરનો ઉત્તમ ઉપયોગ કરી તેને વૃક્ષ સાથે લગાવવામા આવશે.જીવ માત્ર પ્રત્યે દયા દાખવતા આ બાળકોને સલામ......... 


Wednesday, 25 March 2015

જરા વિચારો......

           શ્રી વાઘગઢ પ્રાથમિક શાળાના નમસ્કાર

  વાલી મિત્રો આપ ધ્યાન આપશો?.......

1.શું આપનુ બાળક ખાનગી સ્કુલોમાં જઈ આખો દિવસ પોપટની જેમ રટ્યા કરે તે તેના સર્વાંગી વિકાસ માટે યોગ્ય છે?


2.માત્ર પુસ્તકો ગોખી નખવાથી શું તેની સમજ કે જ્ઞાનમાં કઈ વધારો થાય છે? આપે ક્યારેય એ ચકાસ્યું?


3.આખો દિવસ કેદીની જેમ ચાર દિવાલો વચ્ચે માત્ર ગોખ્યા જ કરવાનું, શુ એ બાળક છે કે જેલનો કેદી?


4.આપે ક્યારેય એના વિશે વિચાર્યું કે આખો દિવસના અંતે તેના માનસપટ પર શું અસર થતી હશે?


5.મારની બીકે સર્કસનો સિંહ પણ કુદીને બેંચ પર બેસી જાય છે,આવા સિંહને વેલ ટ્રેઇન કહેવાય,નહી કે વેલ એજ્યુકેટેડ...આપ આ જાણો છો?


6.આપને  એ ખ્યાલ છે કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન અને દિમાગ રહે છે તો આપે મુકેલ ખાનગી શાળામાં તેના શારિરીક વિકાસ માટે કઈ પ્રવૃતી થાય છે? કે આખો દિવસ ગોખ્યા જ કરવાનુ.......


7 માત્ર દેખાદેખી અને પડોશીનો બાળક ત્યા ભણે છે તો હુ પણ ત્યાં જ મુકુ...એવુ તો નથી ને?


8.આપને એ ખ્યાલ છે કે કોઇ પણ નવું વિષયવસ્તુ કે જ્ઞાન પ્રવૃતિથી મદદથી સરળતાથી યાદ રહી જાય છે,આપણી વાઘગઢ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 4 મા પ્રજ્ઞા કાર્યક્રમ ચાલી રહ્યો છે,જેમા બાળકનો સર્વાગી વિકાસ થાય છે.આ પ્રજ્ઞા કોર્સની માંગણી પ્રતિષ્ઠીત અને નામી સ્કુલોએ કરી છે.એનાથી આપ અવગત છો?


 9 શુ આપ આપના બાળકને જે શાળામા મુકી રહ્યા છો

 ત્યા અધ્યતન કોમ્પ્યુટર લેબ છે,કે જેની મદદથી બાળક જ્ઞાન શીખી શકે.


10.ચાર દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ આપણે માત્ર 500 રુ કરેલ..આપે કેટલા ચુકવેલ?


11.વાર્ષિકોત્સવ,બાળમેળા,રમતોત્સવ વગેરે દ્વારા અમે આપના બાળકનો સર્વાગી વિકાસ કરવા પ્રયત્ન્શીલ છીએ,ખાનગી શાળા આવુ કરે છે?


12 આપ દવા લેવા જાઓ ત્યાર ડૉક્ટરની ડીગ્રી ચકાસો છો ,તો પછી આપનું બાળક જેની પાસે શીખી રહ્યુ છે તેની કેમ નહી? 2000 કે 3000 માં પાસ કોલેજીયનો તો ક્યાક આપના બાળકનું જીવન ઘડતર નથી કરી રહ્યા ને?


13આપનું બાળક એ સજીવ છે,તેને પણ સંવેદના,ગમો-અણગમો છે,એને કઇક નવુ કરવું છે,આકાશને આંબવુ છે એ બાબત આપ બિલકુલ ભુલી ગયા એવુ નથી લાગતુ આપને?


14.આપણી શાળામાં ખુબ જ ક્વોલીફાઈડ અને મહેનતું શીક્ષકો આપના બાળકનું જીવન ઘડતર કરી રહ્યા છે,આપ જાણો  છો?

15 મફતનુ મુલ્ય નથી હોતુ,માટે જ તો આપ ક્યાંક મફતમાં મળતા ઉત્તમ શિક્ષણથી દુર તો નથી ભાગી રહ્યા ને?


16.સરકારી એટલે ખરાબ અને ખાનગી એટલે ઉત્તમ એવુ વલણ આપના મનમા ઘર નથી કરી ગયુ ને?


17 આપશ્રી એકવાર શાળામા પધારીને શાળાનું મુલ્યાકંન કરો અને પછી જ આપ શાળા વિશે કોઇ પૂર્વધારણા બાંધશો...આવશો ને?


18.અમને આશા છે કે આપશ્રી ઉપરોક્ત મુદ્દા ઉપર જરુર વિચાર કરશો..........


                                                    શ્રી વાઘગઢ પ્રાથમિક શાળા પરીવારના નમસ્કાર